Thursday 8 December 2011

મારો સ્વભાવ નથી

આંખ થી સીધા દિલ માં ઉતારવાની સીધી આદત
શબ્દો માં આમ અટવાવાનું મારો સ્વભાવ નથી

 વાસ્તવ માં ઘટનારું ક્ષણિક મિલન ખુબ છે
સપના માં રાતવાસો એ મારો સ્વભાવ નથી

"સાજણ" તું  જ મારો 'ચંદ્રમાં" ને "તારો" છે
પ્રેમ ખાતર આકાશ ખંખેરાવું મારો સ્વભાવ નથી

ઝૂંપડે રોટલો ખાઈ રાની થઇ રેહવું ગમે
તારા વિના મહેલ માં અરોટવું મારો સ્વભાવ નથી

હાથ પકડી સાત ભવ કાંટા પર ચાલવું ચાલશે
કિન્તુ "લૈલા","સજની" ને "પ્રેમિકા' મારો સ્વભાવ નથી

સુરજ સરગાવ કે આગ ને ભડકાવ
પરંતુ,પ્રેમ માં દિલ દઝાડવા મારો સ્વભાવ નથી

પ્રેમ કરી બેરેહમ દુનિયા સામે તારી બનાવી શકે તો કહેજે
બાકી,વિરહ ની યાદે વિયોગણ થવું એ મારો સ્વભાવ નથી

janki vyas