Wednesday, 24 August 2011
"હેંડ ને મેળે જઈએ"
લઇ લે મેળા ના તું ઠોમ
મારે મેળા માં બઉ કોમ
ચિતારવું સે તારું નોમ
હેંડ ને મેળે જઈએ.......હેંડ ને....
મારી ઓઢણી લાલ-ચોળ
એમાં ટીલડી ઝાકમઝોળ
ફરતે ચિતારવું સે તારું નોમ....... હેંડ ને..
મારા માથા નો અંબોડો
એને વેણી નો બઉ લટકો
લેવા વેણી નો એક કટકો
ત્યોં ગુંથાવું સે તારું નોમ...........હેંડ ને
મારી પાતળી કેડ નો ચસ્કો
પહેર્યો એને રે કંદોરો
ઓછો એમાં એક આંકડો
ત્યોં લગાવું સે તારું નોમ..........હેંડ ને,,,
મને મેહંદી નો બઉ શોખ
મેળે રે મેહંદી ના છોડ
હાથે ચિતરાવું સે તારું નોમ....હેંડ ને....
સોળ ઘેર નો મારો ઘાઘરો
એમાં ખૂટે છે એક આભલો
ત્યોં ટ્ન્કાવું સે તારું નોમ....હેંડ ને...
મારા પગ માં કડલા ની જોડ
એમાં છે રે ગુગરી ની ખોટ
મુકાવું સે એમો તારું નોમ............હેંડ....ને..
મારે રમવો સે ગરબો
મેળે રે ઢોલકી-વાળો
હેંડ ને રમવા એક ગરબો ....હેંડ ને......
લઇ લે મેળા ના તું ઠોમ
મારે મેળા માં બઉ કોમ
ચિતારવું સે તારું નોમ
હેંડ ને મેળે જઈએ(3)
જાનકી વ્યાસ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment