Tuesday, 30 August 2011

"મસ્ત પવન"


મસ્ત પવન ના કાને કહી દઉં મારા દિલ ની વાતો
તું છે એમાં વસતો,એવો છે આ  સંદેશો,

પ્રેમ ની વાતો કરવા શોધવા છે શબ્દો,
શબ્દો છે આનોખા,હરપળ રમતા થપ્પો,

ખુદ ને તુજ માં નીરખું,તું જ મારો અરીસો
મોજા  સાથે પલ-પલ રમું,તું જ મારો દરિયો

આશાઓ,ઇચ્છાઓ ઉછળે નવા અરમાનો,
તુજ ને પામવા ને ચૂમવા દિલ કરે તોફાનો

વરસે આ મેધો કે હોય તારી યાદો
એમાં તરબોળ થવા ની છે ઇચ્છાઓ

તું હોય છે સામે ને સિવાય છે આ હોઠો
ત્યાં કરી કહી દઉં મારા દિલ ની વાતો

સ્પર્શે કોઈ મીઠી લહેરો,એ જ હશે મારો સંદેશો,
મસ્ત પવન ના કાને  મોકલી છે મારા દિલ ની વાતો.~~~~~`

જાનકી વ્યાસ

Thursday, 25 August 2011

"બાળ વિવાહ"


હવન ની આગે સપના હોમાયા
બે રમતા બાળ વિવાહ-બંધને બંધાયા

હજુ તો તો માટી એ રમવાની ઉમર હતી બાર
ને આપી દેવાયા સપ્તપદી ના વચન સાત

ઢીંગલા-ઢીંગલી ને ગીલ્લી-ડંડા ના છૂટ્યા સાથ
રેતી માં રમતા હાથ ને સિમેન્ટ ના ઘર સોંપ્યા આજ

નિશાળે થી હવે ભણતર ને મળ્યો રદિયો
લગ્ન ની શાળા એ દાખલો મળીયો

હવે શું એકડી-બગડી,બારાખડી ને ઘડીયો?
મૂકી પાટી ને પેન રસોડે રોટલો ઘડીયો..

સખી-સહેલીઓ સાથે કરતા સપના ની વાર્તાઓ
હવે,દિયર-જેઠ ને નણંદ નંદોઈ ની માર્યદાઓ

તરફડિયા મારે નિર્દોષ આંખ ના સપનાઓ
ને પૂછે બાળ-વિવાહ ક્યાં ના કાયદાઓ?

બાળપણ શીદ ને રીત-રીવાજ ને ખપ્પરે હોમાયું?
કે રમતું બાળપણ ના રહ્યું પોતાનું....?

જાનકી વ્યાસ

Wednesday, 24 August 2011

"હેંડ ને મેળે જઈએ"


લઇ લે મેળા ના તું ઠોમ
મારે મેળા માં બઉ કોમ
ચિતારવું સે તારું નોમ
હેંડ ને મેળે જઈએ.......હેંડ ને....

મારી ઓઢણી લાલ-ચોળ
એમાં ટીલડી ઝાકમઝોળ
ફરતે ચિતારવું સે તારું નોમ....... હેંડ ને..

મારા માથા નો અંબોડો
એને વેણી નો બઉ લટકો
લેવા વેણી નો એક કટકો
ત્યોં ગુંથાવું સે તારું નોમ...........હેંડ ને

મારી પાતળી કેડ નો ચસ્કો
પહેર્યો એને રે કંદોરો
ઓછો એમાં એક આંકડો
ત્યોં લગાવું સે તારું નોમ..........હેંડ ને,,,

મને મેહંદી નો બઉ શોખ
મેળે રે મેહંદી ના છોડ
હાથે ચિતરાવું સે તારું નોમ....હેંડ ને....

સોળ ઘેર નો મારો ઘાઘરો
એમાં ખૂટે છે એક આભલો
ત્યોં ટ્ન્કાવું સે તારું નોમ....હેંડ ને...

મારા પગ માં કડલા ની જોડ
એમાં છે રે ગુગરી ની ખોટ
મુકાવું સે એમો તારું નોમ............હેંડ....ને..

મારે રમવો સે ગરબો
મેળે રે ઢોલકી-વાળો
હેંડ ને રમવા એક ગરબો ....હેંડ ને......

લઇ લે મેળા ના તું ઠોમ
મારે મેળા માં બઉ કોમ
ચિતારવું સે તારું નોમ
હેંડ ને મેળે જઈએ(3)

જાનકી વ્યાસ